જાગને જાદવા ,લાગી બીક લાગવા

આજે એફ .બી ઉપર પીયુષભાઈ રાયઠઠા ની પોસ્ટ વાંચી મજા આવી એટલે આપ સૌ સાથે પણ શેર કરું છું એ આશા સાથે કે આપ સૌ ને પણ ગમશે .

જાગ ને જાદવા
લાગી બીક લાગવા
નથી મારગ ભાગવા
વધારા ના ક્યાં રાખવા?
તુજ વિના બેંકમાં કોણ જાશે?
રાતે લોક ટોળે વળ્યાં
ને પ્રભાતે એજ કતારે લાગ્યા
તુજ વિના કતારમાં કોણ રહેશે?
હતો જે ભગીયો
છે આજે અભાગીયો
ભરેલ ભંડાર એના કેમ રહેશે?
નાણા વિણ નાથીયો
હતો જે અભાગીયો
ભાગ્ય એના ખુલ્યા એમ કહેશે
હતી જેને ચરબી,
ધન ની ગરમી
ધનવાન એ હવે કેમ રહેશે?
જોર નો આ ઝટકો
પડ્યો મોટો ફટકો
માર એનો એ કેમ સહેશે?
વાહ મોદીજી વાહ
સાચો નાગરિક હવે
અચ્છે દિન અબ આયે એમ કહેશે……..
જાગ ને જાદવા

Leave a Reply