​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે

​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે..
પુરુષ.. જે પોતાની પહેલા પત્નીનું વિચારે…
પુરુષ.. જે પોતાની પહેલા સંતાનો નું વિચારે…
પુરુષ.. જે પોતાની પહેલા પરિવારનું વિચારે..
સાહેબ.. સવારે નવ થી રાતે નવ બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા..!
ફાટેલા ગંજી ને મોજા પહેરીને પણ પત્ની ને હસતા હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે પુરુષ..
નાનો હોઈ ત્યારે બહેન ભાઈનું વિચારે…

થોડો મોટો થાય એટલે માં બાપ નું વિચારે…

લગ્ન થાય એટલે પત્ની અને સંતાનનું વિચારે…
છતાં પણ અહંકારી.. ક્રોધી.. લાગણીહીન.. મતલબી પુરુષ જ લાગે !
ઘરમાં 4 4 એસી હોય પણ તે કોઈ દિવસ રહે ખરા ઘરે? એસી કોના માટે ? મોટા ઘર બંગલા કોના માટે ? 

છતાં પણ પુરુષ સ્વાર્થી લાગે..!
ઘરમાં કબાટમાં માત્ર એક ખાનું પુરુષનું હોય ને બાકી બધાં સ્ત્રીના..

છતાં પણ પુરુષ ખર્ચાળો લાગે!
પત્ની ને તહેવારો પર દાગીનાઓ લાવી આપે.. ને પોતે એક વીટી માં ખુશ રહે છતાં પણ તે પત્નિને કંજૂસ લાગે!

નાનપણ થી જ માં બાપ માટે પોતાના સપના ભૂલી તેની ખૂશી માટે હસતાં મોઢે બધું સ્વીકારી લેનાર પુરૂષ ક્યારેક પોતાનું ધાર્યું કરે તો નાલાયક લાગે ?
આજકાલ નીકળ્યા છે સ્ત્રીઓ ને પુરુષ સમોવડી બનાવવા બધાં પણ શું કોઈ ને પુરુષ જેવી સ્ત્રી ગમશે ? અથવા તો સ્ત્રી જેવો કોઈ ને પુરુષ ગમશે?
જરા વિચારજો..

ગમે તો આગળ વધારજો…


Posted

in

by

Tags:

Comments

Leave a Reply