Month: March 2012
-
ગુલાબજળ
ઠંડા પાણી માં થોડું ગુલાબજળ મેળવી તેનાં થી દિવસ માં ૨-૩ વાર ચહેરો ધોવા થી ગરમી માં સારું લાગે છે .આંખો ઉપર પણ ગુલાબજળ ના કોટન પેડ રાખવાથી આંખો ની બળતરા માં રાહત થાય છે .
-
ભાષા
ભાષા ,ભૂષા અને ભોજન આપણી સંસ્કૃતિ ને પોષક હોવા જોઈએ .
-
યોગ
પરિસ્થિતિ દુઃખ ની હોય કે સુખ ની , ગમતી હોય કે અણગમતી ,હાર્યા કે થાક્યા વીના પ્રાપ્ત પરિસ્થિતિ ને હ્ર્દય થી સ્વીકારી નિર્લેપ ભાવે જીવવું તેનું નામ યોગ .
-
પાતળી પરમાર
માડી હું તો બાર બાર વરસે આવિયો માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે… દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે કલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે…