Author: Maya Raichura
-
માત્ર તારા નામના દીવા કરું છું,
માત્ર તારા નામના દીવા કરું છું, હું હવે ક્યાં સુર્યની પરવા કરું છું.? કોઈના એકાંત વિશે હું લખું છું, ને, મનોમન કેટલો રોયા કરું છું.? છેક તારા ઘર સુધી આવી ગયો છું, કોણ ખોલે બારણું જોયા કરું છું.! ને સ્મરણની ચાંદનીમાં લીન થઈને, શ્વાસ મારા, બે ઘડી ખોયા કરું છું. રોજ પૂછે છે મને વ્હેલી…
-
ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું. સંસારની પગથારને કોઇ ઘર નથી, મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી, શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું. હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને, બુધ્ધિ…
-
ઊંચી તલાવડીની કોર – અવિનાશ વ્યાસ
ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો. –…
-
મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,-રવિ ઉપાધ્યાય
મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, છોડી જૂનું વતન નવી નગરી જવું પડે. યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે, શ્રીરામને જમાડવાં શબરી થવું પડે. બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો , પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે. દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે, અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે. પાણી થવાંને કેટલું પાણી સહન…
-
હું તો લજામણી ની ડાળી -તુષાર શુકલ
ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી. મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી; વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી; આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી. મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી; કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી; સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી. એક ક્યારેથી…
-
ગીત
અમારા વહાલા દીકરા ચિ .કાર્તિક સુધીર રાયચુરાના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યા ના અવસરે મારા પપ્પા શ્રી કાંતિલાલ ઠક્કરે એ ગાયેલું તલત મહેમુદ અને લતા મંગેશકર નું ગીત આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .શ્રી વિકાસ પટેલ , બિંદુ બેન અને તેમના સાથી કલાકારો ના વૃંદ અને તાળીઓ ના ગડગડાટ સાથે શરુ થએલું આ…
-
ઝાઝું વિચારવું જ નહી
ઝાઝું વિચારવું જ નહી. મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી. ઝાઝું વિચારવું જ નહી. રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું, વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું, આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી. ઝાઝું…
-
ચિંતન
ચિંતા કરવા કરતા ચિંતન કરવું વધુ સારું .
-
કહો જોઈએ
કહો જોઈએ એવી કઈવસ્તુ છે જેમાં આપનાર નો હાથ નીચે અને લેનાર નો હાથ ઉપર હોય . ઉત્તર : છીંકણી
-
મારા વહાલા પપ્પા
ચાલો ,આજે ફાધર્સ ડે ના દિવસે મારું પ્રિય ગીત આપ સૌ ની સાથે શેર કરું છું . યે તો સચ હૈ કી ભગવાન હૈ ,હૈ મગર ફિર ભી અનજાન હૈ , ધરતી પે રૂપ માબાપ કા વિધાતા કી પહેચાન હૈ .