કાર્ય અને કર્મ

અછાંદસ કાવ્ય –
જેમ કોઈ નદી પોતે પાણી પીતી નથી
અને કોઈ વૃક્ષ પોતે ફળ ખાતાં નથી
તે જ રીતે મારી પુત્રી ,
સજ્જનો અને સન્નારીઓં
પોતાની જિંદગીની શ્રેષ્ઠ ઉપલબ્ધિઓં
સહુને આપવા તત્પર રહે છે.
પરોપકાર જ્યાં સુધી સ્વભાવ ન બને
ત્યાં સુધી આપણે કરેલી સેવાઓ
માત્ર કાર્ય જ બની રહે છે મારી દીકરી .
કાર્ય અને સેવા વચ્ચેનો તફાવત તું જાણે છે
કાર્ય તો નાનું અમથું કામ છે
અને સેવા તો આપણું જીવન કર્મ બને બને છે.

ચાઈનીઝ કોર્ન પકોડા

ચાઈનીઝ  કોર્ન પકોડા  (5 થી 6 વ્યક્તિ)
(1) 500 ગ્રામ મકાઈ
(2) 1 ટેબલ સ્પૂન કોર્નફલોર
(3) 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો
 (4) 1/2 કપ દૂધ
(5) 1 ટી સ્પૂન સોયાસોસ
(6) 1 ટી સ્પૂન ચીલી સોસ
(7) 1 નંગ ડુંગળી
(8) 1 નંગ કેપ્સીસમ
(9) 1/4 કપ મેંદો
(10) સેન્ડવીચ બ્રેડ
(11) તેલ પ્રમાણસર
(12) મીઠું પ્રમાણસર
રીત –
(1) મકાઈના   દાણા કાઢીને બાફી લેવા,  ઠંડા દુધમાં  કોર્નફલોર ઓગાળી વ્હાઈટ સોસ બનાવવો .
(2) તેમાં મકાઈના  દાણા, મીઠું,  મરીનો ભૂકો,  સોયાસોસ, ચીલી સોસ,  ડુંગળી (ઝીણી કાપેલી ) અને  કેપ્સીસમ (નાનાં સમારેલાં) ઉમેરવાં.
(3) મેંદામાં મીઠું અને પાણી નાખી ખીરું તેયાર કરવું.
(4) બ્રેડની કિનારી કાઢી ચોરસ ટુકડા કરવા. બ્રેડ ઉપર માવો મૂકી, માંવાવાળી બાજુ ખીરામાં બોળીને તળવા.
(5) જો માવો ઢીલો લાગે તો માવા ઉપર રવો (સોજી) કે ટોસ્ટનો ભૂકો પાથરવો . પછી ખીરામાં બોળીને તળવા .

અકળામણ

વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ?
આકાશે ખાલી શું રખડ્યાકરો છો ? જેમ ચૂટણીમાં રખડે છે નેતા.
આખ્યુંમાં  આંસુનાં વાવેતર થઈ ગ્યા છે તમને જરાય એનો ખ્યાલ છે ?
નહિતર ચોમાસું આવું મોંઘું ના થાય,  લાગે છે વચ્ચે દલાલ છે.
ઈશ્વર પણ રાષ્ટ્રપતિ જેવા થઈ ગ્યા છે કાન પકડીને કઈ જ નથી કહેતા.
કાળાડિબાંગ  સૂટ પ્હેરી પ્હેરીને  જાણે આવ્યા છો સંસદમાં ઊંઘવા !
તરસ્યા ખેતરને જઈ પૂછો જરાક એક છાંટો મળ્યો છે એને સૂંઘવા ?
રિઢા મીનીસ્ટરની જેવા લાગો છો નથી ઉતરમાં ટીપુંયે દેતા.

શિલ્પા ઠકકર .

શાને યાદ આવે છે ?

શાને યાદ આવે છે ?
મનડા ને શેની યાદ આવે છે ?
જિંદગી તો છે ઘણી લાંબી,
સફર કેરી યાદ સતાવે છે.
મળ્યો, મનખા – મોંઘો મેળો,
માનવ મોજથી મનાવે છે
`વિશ્વ વાટિકા ‘ તણી `વાંકડી ગલી ‘ અહી
ભમી – ભટકી, વ્યથા કહાવે છે.
સ્વ જીવન જીવી પરિવાર – પડોજણ પારખવામાં
ફરજ પરસ્તીનું ભાન કરાવે છે.
`હુંતો ‘ ને ` હુંતી ‘ બાળગોપાલનું લાલન – પાલન
જીવનધ્યેય નહી, એવું ગણાવે છે.
સદગુણી સંતાનો, ચાલી શકે સુખમય – જીવન
જાણી  શકે  સુખકેરી આભા, આનંદ વર્તાવે છે
દુ:ખના ગીતો ગાવા માટે શાને જીવન વ્યર્થ કરો
સુખ – સોણલાં માણી લેવા, હૈયે પૂરી હામ ધરો.
જીવતરની ભીતર યુગોથી ચાલતી આવે છે.
મનમોજી મનડું તેમાં ડૂબકી લગાવે છે.
યાદોનો કોઈ અંત નથી, અનુભવીઓં ઠસાવે છે
સમજનારા સમજી રહ્યા છે, કોણ ક્યાં ફસાવે છે.

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ
આજથી ચાર પાંચ દાયકા પહેલા જયારે સમાજ હજુ એકસૂત્રે બંધાયેલ હતો ત્યારે નવા વર્ષના દિવસે કે અન્ય તહેવારોએ જુના વેરઝેર ભૂલી જે એકબીજાનો હાથ ઝીલી, મિત્રતા કે સંબંધોની નવી શરૂઆત કરવામાં ગૌરવ અનુભવી સમાજ એને પ્રોત્સાહિત પણ કરતો. આવા  ઉત્સવો સબંધ ના સેતુને પુનઃનિર્મિત કરવામાં અગ્રેસર રહેતા.
આ બધાં  તહેવારોમાં મકરસંક્રાંતિ તહેવાર અલગ જ ભાત પડે છે. આપણા લગભગ બધા જ તહેવારો ઉત્સવો ચંદ્રની ગતિ અને સ્થિતિ પર આધારિત હોવાથી દર વરસે એ જ તિથીએ આવતા હોએ અંગ્રેજી મહિના પ્રમાણે અલગ અલગ તારીખે આવે  છે.  પરંતુ મકરસંક્રાંતિ નો તહેવાર સૂર્યની ગતિ સ્થિતિ પ્રમાણે ઉજવાતો હોવાથી દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ આવે છે.
આકાશમાં રંગબેરંગી મિજાજથી વિહાર કરતાં પતંગ પણ જાણે કોઈ સંદેશ આપી જાય છે. સંબંધોની ડોર  તુટતાં  જ લડખડી જશે થનગનતું અસ્તિત્વ ! અને બની જશે  `કપાયો છે .. લપેટ .. લપેટ …’ ની ચીચયારીઓંના હાસ્યનો આથમતો પ્રતિઘોષ !
તો વળી આ ઉત્સવ ઋતુસંક્રાંતિ ની વિષમતાને સહ્ય બનાવવા તલ ગોળનો સહારો અને લીલાં શાકભાજીની તાજગીને આનંદમાં વાણી લે છે. તેથી જ તો ઉત્સવના આ રંગીન મિજાજમાં એકરસ થઈ ગયો દાનધર્મ અને પુજાપાઠ નો  મહિમા.

અનુભવ વાણી

સર્વ કુટુંબીજનો તરફથી
એકસરખો સ્નેહ અને આદર પ્રાપ્ત કરવો
એ તારા જીવનનો સૌથી   મોટો પડકાર છે બેટા,
માત્ર આપણે જ હમેશા  સાચા હોઈએ એવું નથી,
બીજાઓ પણ સાચાં હોઈ શકે છે .
ખાસ તો કોઈ પણ વ્યવસ્થામાં આપણે નવા
હોઈએ ત્યારે બધું સમજવા માટે
આપણાં સંસ્કારનું જતન કરીને
આપણી મૌલિકતાને તબક્કાવાર વ્યક્ત કરવામાં
આત્મસૂઝ અને ધીરજની એકસાથે જરૂર પડે છે .
જે બાબતનો આપણે અસ્વીકાર  કરવાનો હોય
તેના વધુ સારા નૌતિક વિકલ્પો આપવાની કળા
આપણે જાતે જ કેળવવી પડે છે .
જિંદગી જયારે યૌવનમાં પ્રવેશે ત્યારે
મારી દિકરી, તારી જ નહી, દુનિયાભરની
દિકરીઓંની અનુભવસૃષ્ટિ બદલાય છે,
ત્યારે જરૂર પડશે  આત્મસૂઝની
અને એ તને તારી પાસેથી જ મળશે, યોગ્ય  સમયે !
જયારે પણ તને મુંઝવણનો અનુભવ થાય
ત્યારે મારી લાડકી,
આપણા ઘરના અને અમારા મનના
દ્વાર તારે માટે હંમેશા ખુલ્લાં છે .

મહાત્મા ગાંધીજી

ગાંધીજી વિશે ઘણું  છે . મેં જે લખ્યું છે, તેમાં કશું નવું નથી . તો પછી ફરી બાપુ વિશે લખવાનો શો અર્થ ? આજે  સમાજમાં આર્થિક, સામાજિક, નૈતિક વિગેરે અનેક વિધ કટોકટી સર્જાઈ છે . તેનો ઉપાય ગાંધીજીના  વિચારોમાં છે .
આઝાદી  મળ્યા પછી  ભારતની  પ્રજા બાપુને ભૂલવા માંડી . લોકોએ અંગત સ્વાર્થ  બાપુના  નામનો ઉપયોગ  કરવા માંડ્યો . હવે બાપુના  નામની પણ  લોકોને જરૂર નથી  રહી . પ્રથમ ગોડસેએ બાપુને મારી નાખ્યા અને તે પછી સમગ્ર ભારતની પ્રજાએ બાપુને મારી નાખ્યા .
મારું નમ્ર મંતવ્ય છે કે તેનાથી નુકસાન આપણને થયું છે . તેમને જીવતા રાખવામાં રાખવામાં આપણું શ્રેય છે અને પ્રેય પણ છે . મેકેલોએ કારકુનો  પેદા  કરવા માટે કેળવણીનો ઢાંચો ભારતમાં શરુ  કરેલો . ગાંધીજી સમજી ગયેલા કે આ તો  પેદા કરવાની કેળવણી છે . તેના ઉપાય  રૂપે તેમણે `  પાયાની કેળવણી ‘ નો વિચાર આપે કેળવણી શરુ કરી . આજની  બેકારીના મૂળમાં આ કેળવણી છે .
ગાંધીજીએ સાફ શબ્દોમાં કહ્યું  હતું : ` ગંજાવર પાયે ઉત્પાદન કરવાની ઘેલછા જ જગતની કટોકટી માટે જવાબદાર છે .’ તેમણે આ કારણે  રેટિયાનો પ્રચાર કરેલો . રેટિયો એ રોજી રોટીનું અમોઘ શસ્ત્ર હતું . તેનાથીકરોડો ગામડાં પોષાતા . આજે ગામડાં તૂટવા માંડ્યા છે .  શહેરો અતિ વસ્તીથી પીડાય છે .  ઘણું બધું   કહી શકાય પણ અત્રે અસ્થાને છે .
જે વાત ઉપદેશોમાં મોટાં  મોટાં પુસ્તકો નથી સમજાવી શકતા, તે નાનું દષ્ટાંત  સચોટ અસર કરે છે .  ગાંધીજી કહેતા હતા કે મારું જીવન જ મારો સંદેશ છે .

અકથ્ય ધીરજ

કોઈ વિદ્વાન જીજ્ઞાસુએ એક શિક્ષકને પ્રશ્ન કર્યો : ` વિદ્યાર્થીઓંને એકની એક વાત વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો ? ‘
શિક્ષકે શાંત ચિતે ઉતર આપ્યો : ` ઓંગણીસ વખત કહેલું નકામું ન જાય એટલે વીસમી વખત કહું છું !’
આ વિષયના સંદર્ભમાં કાકાસાહેબ કાલેલકર કહે છે કે,
`કેળવણી એક લડત છે .’
શિક્ષકોનો પક્ષ હારી બેસશે તો જગતની સંસ્કૃતિ નામશેષ થઈ જશે .’
`એક રસ્તો છે :
ફરી ફરી સમજાવો .
ફરી ફરી જાગૃત કરો .
અકથ્ય ધીરજ  ધરો !’

સત્યની ઉપાસના

ગમે તેવું વિરાટ કે વિકરાળ સત્ય હોય
તું નિર્ભયતાથી યોગ્ય સમયે એનો ઉચ્ચાર કરજે .
દિકરી, થોડુંક ખોટું બોલી લેવાથી
અનેક મુશ્કેલીઓંમાંથી બચી જવાય છે
એ તો હળાહળ ભ્રમ છે,
એમ માનીને જે લોકોએ
થોડા સમય માટે ખોટું બોલવાની શરૂઆત કરી
તેઓં તો આ સંસારના જંગલમાં ખોવાય ગયા છે .
બોલાતા સત્યને તું ઝાલી રાખીશ
તો જ જિવાતા સત્યનો તને પરિચય થશે .
આખરે તો મારી દિકરી,
સત્ય જ અધ્યાત્મ છે અને સત્ય જ વિજ્ઞાન છે,
સત્યના ઉપાસકને ઉપદેશની જરૂર નથી .

જાદુઈ રૂમાલ

બીજાના દુઃખનો વિચાર :

મારી દિકરી, બાળક હોવું અને
બાળપણથી વંચિત રહેવું એના જેવો
બીજો કોઈ  અભિશાપ નથી .
આ  દુનિયામાં અસંખ્ય બાળકો
એક પણ રમકડાં  વિના ઊછરી રહ્યા છે
એનો તું કદીક વિચાર કરજે .
જયારે તારી આંખ સામે ભોજનથાળ હોય .
ત્યારે ઝૂપડીમાં માં પાસે
ટળવળતા ભૂખ્યા ચહેરાઓને તું સંભારજે .
ઘણાં બાળકોને મળે છે માત્ર
ચોકલેટના ખાલી કાગળ વીણવા .
તેમને ખબર નથી કે ચકડોળમાં બેસીને
આકાશ સાથે શી રીતે દોસ્તી થાય,
મારી દિકરી, બીજાના દુઃખનો વિચાર કરીએ
ત્યારે ધર્મની શરૂઆત થાય છે,
શક્ય છે કોઈક સારા ક્રાંતિકારી વિચાર વડે
તું એમના આંસુ લુછવાનો
જાદુઈ  રૂમાલ શોધી કાઢે,
જેની સદીઓંથી આ વિશ્વને પ્રતીક્ષા છે .