ધડપણ
ઘડપણનું છે સરસ નામ,
કોઈ કહે સન્યાસાશ્રમ
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ
પણ હું કહું આનંદાશ્રમ
ઘડપણમા આપણે કેવું રહેવું
ઘરમાં હોવ તો આશ્રમ જેવું
આશ્રમમાં હોવ તો ઘર જેવું
ક્યાંય ગુંચવાવું નહિ
જુની યાદો કાઢવી નહિ
“અમારા વખતે” બોલવું નહિ
અપમાન થાયતો જાણવું નહિ
ખાલી ખાલી લંબાણ કરવુંનહિ
સુખ ની ભટ્ટી જમાવતા રહેવું
બધાથી દોસ્તી જોડતા રહેવું
રાગ લોભ ને દૂર ભગાડવો
આનંદને હંમેશા અનુભવવો
ઘડપણ પણ તો સરસ હોય
લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય
ચોખટાંથી સહેલાઇથી ચવાય
કાનયંત્રથી સરસ સંભળાય
પાર્કમાં જઈને ફરી અવાય
મંદીરમાં જઈ ભજન ગવાય
ટી વી ની સિરિયલ જોવાય
છોકરાંઓ સામે ચૂપ રહેવું
પોતા પોતી સાથે રમતા રહેવું
પત્નિ સાથે લડતા જાવું
મિત્રોસાથે ગપ્પા મારતા જાવું
જામે તો ટૂરપર જાતાં રહેવું
પત્નિનો સામાન ઉપાડી લેવું
થાકો ત્યાંજ બેસી જાઓ
ગમેત્યારે જ્યુસ પી લેવો
લાયન / રોટરી અટેન્ડ કરવું
સમય હોય તો ગાઈ લેવું
એકાંત માં નાચી લેવું
કોઈ જોઈ લે તો વ્યાયામ ગણાવુ
કંટાળો આવે તો સુઈ જાવું
જાગી જાઓ તો ફેસબુક જોવું, જોતા જોતા નસકોરા બોલાવો
ટોકે કોઈ તો વ્હાૅટ્સએપખોલવું
ઘરમાં એકલાં હોવ તો રસોડામાં જઈ દુધની મલાઈ ગાયબ કરો
છોકરાઓનો નાસ્તો ટેસ્ટ કરવો
મન થાય તો ખાંડ પણ ખાઓ
જુના જુના શર્ટ પહેરવા
થોડા વાળ સવારવા
અરિસાને બોગસ કહેવું
કોઈ ના હોય તો મોં બગાડવું
છોકરાનો મોબાઈલ ખોલવો
પાસવર્ડ હોય તો નાખી દેવો
ડબ્બો મોબાઈલ વાપરતા રહેવું
બંધ પડે તો પછાડતા રહેવું
મસ્ત જમાવવી સૂરની મહેફીલ
સરસ પડે જમવાની પંગત
સાથે જામે ગપ્પાંની રંગત
લુંટીએ જીવવાની ગમ્મત
સ્વાદ લેતા, દાદ દેતા
તૃપ્ત મનથી આનંદ લેતા
*ધીમે રહી પોતે નિકળી જવું*
*પાકેલા પાન જેવું ખરી જવું*
??
For all my friends. ???
પ્રેમ નુ વેચાણ નહિ કરું
ગુગલ નહિ કહે
કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે,
કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે.
કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે,
કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે.
ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ,
ક્યારે સપનું આવશે એ ગૂગલ નહિ કહે.
ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે,
પણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહિ કહે.
‘સાથે છું’ કહેનારા પણ સાથે ના હો,
તેઓ કોની સાથે છે? એ ગૂગલ નહિ કહે.
પ્રેમ માટેના શબ્દો ગૂગલ કહેશે…
પણ લાગણીઓ વિશે ગૂગલ નહિ કહે.
પપ્પા , મને મુકવાને આવવાનું નહીં
વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં
મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં
શોપીંગની સાથે હું સ્મરણો લઇ જાઉં
બેગની સંગાથે હું ય છાની છલકાઉં
આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં
પપ્પા , મને મુકવાને આવવાનું નહીં
બેગ હું ભરું ત્યારે સામે ઉભા રહીને
કાઢું એ પાછું મુકાવો છો સમ દઇને
આ નથી કાઢવાનું , આ તો લેવાનું છે
કેટલું મુકાવો છો ફરી ફરી કહી કહીને
બેગ માંહે બાળપણ મુકાવવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં
“થોડું તો ચાલે બેટા, કોઇ નથી પૂછતું
સમજે બધાય હવે, લઇ જાને સાથ તું”
કેમ કરી સમજાવું પપ્પાજી, તમને હું
કાઉન્ટર પર હોય એને એવું તે શું ય કહું વ્હાલને વજનમાં ઉમેરવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં
પિયરમાં દીકરીનું વજન તો વધવાનું
ચાર ટાઇમ પેટ ભરી રોજરોજ જમવાનું
મમ્મીના હાથનું ને ભાભીના હેતનું
પરદેશે આવું ક્યાં કોઇને ય મળવાનું ?
અહીંયાનું કૈં ત્યાં સંભારવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં.
એરપોર્ટ આવીને સૂચનાઓ આપશો
પાસપોર્ટ ટીકીટ ફરી જોવાને માગશો
“સાચવીને જજે” એવું બોલી ઉમેરશો
“પ્હોંચીને ફોન કરજે ” એવું ય કહેશો
ભૂલું તો ઓછું એનું લાવવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં
જોયા કરો હું જ્યાં સુધી દેખાતી
કાચની દીવાલ મને એક્વેરિયમ લાગતી
કાંઠો છોડીને જતી દરિયાની માછલી
બીજા કાંઠે એની વાટ રે જોવાતી
આંસુને કેમ કહું , આવવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં
*ચાલોને ફરી પાછા મળીએ*
???
*ચાલોને ફરી પાછા મળીએ*
થાક ઉતરી ગયો હોય તો,
આ અલ્પિવરામને ખસેડીયે
સફર હજુ લાંબી છે,
પછી નહી પહોંચીએ
લાગણી પર ચડેલી ધૂળને,
આંસુઓથી લૂછીએ
ફરી એજ મસ્તી તોફાનના,
હિંચકા પર ઝૂલીએ
મનભેદને નેવૈ મૂકી,
મનમેળને સ્વીકારીએ
એકબીજાની ભૂલને,
સ્નેહની હૂંફથી સૂધારીઐ
વટે ચડેલી વાતને,
વ્હાલથી વધાવીએ
જુના નિશાળ ના ,
દી યાદ કરીયે
એ પકડા પકડી,
એ કીટ્ટા બુચ્ચા ને વાગોળીયે
ચાલેાને ફરી પાછા મળીએ,
*જિંદગી….* ???
લ્યો દીવાની આબરૂ જળવાઈ ગઇ,
લ્યો દીવાની આબરૂ જળવાઈ ગઇ,
દ્વાર પર આવી હવા ફંટાઇ ગઇ.
ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઇ,
માવજત માળીની બસ વીસરાઈ ગઇ.
વાંસળીને કાજ ક્યાંથી લાવશું?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઇ ગઇ.
કોણ પડછાયા ઉપાડી જાય છે?
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઇ.
મેં ગુમાવી એમ મારી મુગ્ધતા,
જેમ દરિયામાં નદી ખોવાઈ ગઇ.
તોપનાં મોઢે કબૂતર ચીતર્યુ,
લાલ રંગોળી છતાં પૂરાઈ ગઇ.
હું અલગ છું…
હું અલગ છું…
અલગ મારું અસ્તિત્વ
ભીડની ભાગોળમાં નહી મળું . .
અર્થહીન શબ્દોમાં નહી મળું,
મારા *મૌનમાં* પણ *ભીની* વાતો હશે.
.*અંતરે* રહેવા છતાં,
*અંતરમાં*
*અંતરાય* વગર
*અત્તર* ની જેમ
મહેંકતી રહું
તેનું નામ
*સંબંધ*
??? શુભ સવાર ???
.
ઘર ઘર ની કહાણી
*‘બે જણને જોઈએ કેટલું?’*
દિકરી ને જમાઇ લઈ ગયા
અને
દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો
આપણે બે જ રહ્યા.
એક છાપું,એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી,
બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા,
કોફીની ડબ્બી પણ
માંડ ખાલી થાય.
‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ
લક્સની એક ગોટી.
સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો
દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય
તોય ભયોભયો!
ખીચડી એટલે
બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી,
અઢીસો બટાકા,
ચાર પણી ભાજી,
આદુ-લીંબુ-ધાણા’
થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા
નાખ-નાખ થાય!
ન કોઈ ખાસ મળવા આવે
પછી મુખવાસનું શું કામ!
નાની તપેલી, નાની વાડકી,
નાની બે થાળી, આમ
આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક ‘વિમ’ બે દોઢ મહિને
માંડ ઘસાય.
વળી રોજ ધોવામાં હોય
ચાર કપડાં
તે કિલો ‘નિરમા’
મહિને કાઢ્યો ન ખૂટે!
કોપરેલની એક શીશી
એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો
ગ્યાં ક્યારના ભૂલાઈ…?
પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય,
આપો એટલાં ઓછા.
ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો
લાવ લાવ થાય.
એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં
બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’
કહી જાય.
તે પલકારામાં બે જણ
પાછાં હતાં એવાં થઇ જાય.
પછી પાછી
ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’
દિકરીને જમાઇ લઈ ગયા
અને દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો આપણે બે જ રહ્યા.
???
આજનુ સનાતન સત્ય. …
ઘર ઘરની કહાણી. ..
You must be logged in to post a comment.