*એટલે પિયર પારકું લાગે છે*

*એટલે પિયર પારકું લાગે છે*

હવે એ મોડા ઉઠવા માટે
ઠપકો આપતી નથી.

ડાઇનિંગ ટૅબલ પર મને
બોલાવવાના બદલે
હું જ્યાં બેઠી હોઉં ત્યાં
નાસ્તો આવી જાય છે.

નાની હતી ત્યારે જબરદસ્તી
કરીને રીંગણાં-કારેલાં
ખવડાવતી મારી મા
હવે મને ભાવતું શાક
જ બને એવી કાળજી
લેતી થઈ ગઈ છે.

મારા અસ્તવ્યસ્ત ચોપડા
માટે કાયમનો કકળાટ કરતી
એ હવે આખા રૂમમાં
વેરવિખેર સામાન જોઇને
અંદર ને અંદર જાણે
પોરસાતી રહે છે…

નાનીનાની વસ્તુ માટે
ભાવતાલ કરનારી
ને વ્યાજબી ભાવે ન મળે
તો એ વસ્તુ જતી કરનારી
મમ્મી હવે કોઇપણ રકઝક
કર્યા વગર મારા માટે જાણે
કે આખી બજાર ઉપાડી
લાવે છે..

હું જાગું એ પહેલા દુઃખતા
ગોઠણ પર શેક કરી લે છે,
ને પછી આખો દિવસ પગ
વાળીને બેસતી નથી..

મારા નીકળવાના દિવસે
આખા ઘરમાં ફરી વળે છે,
ને કેટલુંય મારા થેલામાં
ઠલવાતું જાય છે..

નવો કાંસકો,
મુખવાસની ડબ્બી,
પાપાને ગિફ્ટમાં મળેલ
બોલપેન…
સોમનાથનું નમન,
મહાલક્ષ્મી નું કંકુ
અને
રાંદલમાની રક્ષાપોટલી
પણ…,

છેલ્લે…

હું વામકુક્ષી કરવા
આડી પડું ત્યારે
૭૦ની ઉમ્મરેય એ
રસોડામાં જાય છે,
ને ખુદના હાથે બનાવેલા
થેપલાં ને સુખડી
મારા થેલામાં સહુથી ઉપર
મુકાય છે…

નથી આપતી તો બસ…,

*એની સેવા કરવાનો*
*મોકો*,

*આ ઉંમરે એને પડતી*
*તકલીફોની યાદી*,

અને

*સહન કરવી પડતી*
*એકલતા…!*

*Love you mummy*

*એટલે પિયર પારકું લાગે છે*

*એટલે પિયર પારકું લાગે છે*

હવે એ મોડા ઉઠવા માટે
ઠપકો આપતી નથી.

ડાઇનિંગ ટૅબલ પર મને
બોલાવવાના બદલે
હું જ્યાં બેઠી હોઉં ત્યાં
નાસ્તો આવી જાય છે.

નાની હતી ત્યારે જબરદસ્તી
કરીને રીંગણાં-કારેલાં
ખવડાવતી મારી મા
હવે મને ભાવતું શાક
જ બને એવી કાળજી
લેતી થઈ ગઈ છે.

મારા અસ્તવ્યસ્ત ચોપડા
માટે કાયમનો કકળાટ કરતી
એ હવે આખા રૂમમાં
વેરવિખેર સામાન જોઇને
અંદર ને અંદર જાણે
પોરસાતી રહે છે…

નાનીનાની વસ્તુ માટે
ભાવતાલ કરનારી
ને વ્યાજબી ભાવે ન મળે
તો એ વસ્તુ જતી કરનારી
મમ્મી હવે કોઇપણ રકઝક
કર્યા વગર મારા માટે જાણે
કે આખી બજાર ઉપાડી
લાવે છે..

હું જાગું એ પહેલા દુઃખતા
ગોઠણ પર શેક કરી લે છે,
ને પછી આખો દિવસ પગ
વાળીને બેસતી નથી..

મારા નીકળવાના દિવસે
આખા ઘરમાં ફરી વળે છે,
ને કેટલુંય મારા થેલામાં
ઠલવાતું જાય છે..

નવો કાંસકો,
મુખવાસની ડબ્બી,
પાપાને ગિફ્ટમાં મળેલ
બોલપેન…
સોમનાથનું નમન,
મહાલક્ષ્મી નું કંકુ
અને
રાંદલમાની રક્ષાપોટલી
પણ…,

છેલ્લે…

હું વામકુક્ષી કરવા
આડી પડું ત્યારે
૭૦ની ઉમ્મરેય એ
રસોડામાં જાય છે,
ને ખુદના હાથે બનાવેલા
થેપલાં ને સુખડી
મારા થેલામાં સહુથી ઉપર
મુકાય છે…

નથી આપતી તો બસ…,

*એની સેવા કરવાનો*
*મોકો*,

*આ ઉંમરે એને પડતી*
*તકલીફોની યાદી*,

અને

*સહન કરવી પડતી*
*એકલતા…!*

*Love you mummy*

માણસ મોબાઇલ થઈ ગયો

જરુર જેટલી જ લાગણી ઓ
રિચાર્જ કરતો થઇ ગયો,
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઇ ગયો .
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો .

સામે કોણ છે એ જોઈ ને
સંબંધ રીસીવ કરતો થઇ ગયો
સ્વાર્થ ના ચશ્માં પહેરી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો .

આજે આઇડિયા તો કાલે એરટેલ
એમ ફાયદો જોઇ મિત્રો પણ બદલતો થઇ ગયો
હોય બરોડા માં અને છુ સુરત મા
એમ કહેતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો .

ઇનકમિંગ આઉટગોઇંગ ના ચક્કર મા
કુટુંબ ના કવરેજ ની બહાર થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો .

?☺?

માં

માઁ મારી ડૉક્ટર હતી..

પડી જતી હું જ્યારે
એ ભોંયે આટતી કરી,
મને જટ મટાડી દેતી
માઁ મારી ડૉક્ટર હતી

વાગ્યા પર હમેશા એ
જાદુઈ ફૂંક મારી દેતી
પળભરમાં મટાડી દેતી
માઁ મારી ડૉક્ટર હતી

ઊંઘ જ્યારે ના આવે
માથે હાથ ફેરવી દેતી
સહેજમાં સુવાડી દેતી
માઁ મારી ડૉક્ટર હતી

ખાવામાં જો નખરાં કરતી
બાવો લઇ જશે કહી
પટ કરી ખવડાવી દેતી
માઁ મારી ડૉક્ટર હતી

લાખ દુઃખ વેદના છુપાવુ
મોઢું મારુ વાંચી લેતી
વગર કહ્યે સમજી જતી
માઁ મારી ડૉક્ટર હતી

મિત્રો સાથે ઝઘડી આવતી
ખાસ દોસ્તી તોડી આવતી
ચૂપચાપ બાથમાં ભરી લેતી
માઁ મારી ડૉક્ટર હતી

ખોટા રસ્તે કદીક ચડી જાતી
ખૂબ લડતી, ખૂબ મારતી,
છેક છેલ્લે એ રડી પડતી
આંસુથી મને સુધારી દેતી
માઁ મારી ડૉક્ટર હતી

પ્રેમમાં હૃદય તોડી બેસતી
બસ હું ગુપચુપ રહેતી
એ આવી પાસે ચૂમી લેતી
વગર ઓપરેશને દિલ સાંધી દેતી
માઁ મારી ડૉક્ટર હતી..

મૃત્યુ – એક હકીકત

સપનામાં આવી મને કોઈક મળી ગયું
મને મળવાનો સમય માંગી ગયું

ફુરસદ હતી નહીં તેને મળવાની
મુદત મને આપી ગયું

જન્મ્યો ત્યારથી પીછો કરું છું
એવું મને કાનમાં કહી ગયું

જીવી લે મળી છે જેટલી જિંદગી
એમ મને ચેતવી ગયું

હું તો તને આગોશમાં લઈ લઈશ
એવું મને વહાલ થી કહી ગયું

સમય ની સાથે હું પણ ચાલુ છું
એવી બડાઈ હાંકી ગયું

ક્યારે આવશે એ ના મને કહેતું ગયું
પણ મને ગુંચવાડામાં મૂકી ગયું

પડતા મુકવા પડશે કામ તમામ
એવી ધમકી મને આપતું ગયું

ભલે હોય તું ખેરખાં કે બાદશાહ
મળી જ લઉં છું મારા સમયે,
એમ મને કહેતું ગયું….

ઉંમર વધે છે તેમ પ્રેમ એનો વધે છે
એમ મીઠી વાત કરતું ગયું

આ જગત એક સપનું છે
અને સપનું મારુ તોડતું ગયું

નામ પૂછ્યું એનું તો
” મૃત્યુ ” એમ મને કાન માં કહેતુ ગયું…….

મૃત્યુ- એક હકીકત

સપનામાં આવી મને કોઈક મળી ગયું
મને મળવાનો સમય માંગી ગયું

ફુરસદ હતી નહીં તેને મળવાની
મુદત મને આપી ગયું

જન્મ્યો ત્યારથી પીછો કરું છું
એવું મને કાનમાં કહી ગયું

જીવી લે મળી છે જેટલી જિંદગી
એમ મને ચેતવી ગયું

હું તો તને આગોશમાં લઈ લઈશ
એવું મને વહાલ થી કહી ગયું

સમય ની સાથે હું પણ ચાલુ છું
એવી બડાઈ હાંકી ગયું

ક્યારે આવશે એ ના મને કહેતું ગયું
પણ મને ગુંચવાડામાં મૂકી ગયું

પડતા મુકવા પડશે કામ તમામ
એવી ધમકી મને આપતું ગયું

ભલે હોય તું ખેરખાં કે બાદશાહ
મળી જ લઉં છું મારા સમયે,
એમ મને કહેતું ગયું….

ઉંમર વધે છે તેમ પ્રેમ એનો વધે છે
એમ મીઠી વાત કરતું ગયું

આ જગત એક સપનું છે
અને સપનું મારુ તોડતું ગયું

નામ પૂછ્યું એનું તો
” મૃત્યુ ” એમ મને કાન માં કહેતુ ગયું…….

“કેમ શાકમાં મીઠું વધારે પડ્યું ?”

આજ ઘર બધાનાં માથે ચઢ્યું,
કેમ કે શાકમાં મીઠું વધારે પડ્યું..

કો’કનું કંઈક મોં બગડ્યું,
તો કો’કે વળી અન્ન છાંડ્યું..

ને કો’ક તો રીતસરનું લડી જ પડ્યું,
કેમ કે શાકમાં મીઠું વધારે પડ્યું..

સ્હેજે ખારાશ વધી,
એમાં તો મનેય જાણે ખટાયું..
પણ ના જાણ્યું કોઈએ,
કે કેમ કરીને આવું બન્યું..

બહુ સાચવ્યું, તોયે એ સાચવી ના શકી,
ને એક આંસું, સીધું શાકમાં પડ્યું..

લાગણીની વાત ના કરશો,
સાહેબ !
અહીં તો બસ,
શાકમાં મીઠું વધારે પડ્યું..

લાગણી જો સમજાય
તો મનને પૂછજો કે
“ક્યાંક અન્નપૂર્ણાનું મન દુભાયું ?”

..ને જો કયારેક એમ બને
તોયે પ્રેમથી જમીને
અંતરમાં ખંખોળજો કે..

કેમ શાકમાં મીઠું વધારે પડ્યું ?”

— જિજ્ઞાસા ના આભાર સહ

બધી ફીકર છોડ

છોડ બધી ફિકર છોડ
ઓછી કર તારી દોડા દોડ
ઝુલ નિરાંતે વરંડા માં
આંગણે હોય તુલસી છોડ

મિત્રો બેઠા હોય ચારે કોર
બાળકો કરતા હોય શોરબકોર
ચાહ પીતા લગાઓ ગપ્પા
સમય પણ કહે Once More

ગાઈ નાખો ગીત બે ચાર
સુરીલો લાગશે આ સંસાર
મિત્રો ભળે જિંદગી માં
જીવન લાગશે મીઠો કંસાર

ઉજવો એક અનોખો તહેવાર
કારણ વગર બોલાવો યાર
નીકળી જાઓ સાથે ફરવા
એજ તમારો વાર તહેવાર !!

મારા પપ્પા

*પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું…*

*કેવી રીતે ?*

1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને…

2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે…

3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે…

4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને…

5. *પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને…*

6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને…

7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને…

8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે…

9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે…

10. આર્થિક સંકડાશ છુપાવી રાખીને સંતાનનાં ધામધૂમથી લગ્ન કરતી વખતે…

11. દરવાજા પાછળ છુપાઈને પપ્પાને *હાઉ* કહીને ડરાવતા સંતાનથી ખોટેખોટું ડરતા રહીને…

12. પોતાનો બર્થડે ઉજવવાની હંમેશાં ના પાડે અને ફેમિલીમાં સૌનો બર્થડે ઉજવવા તૈયાર રહીને…

પપ્પા

અને છેલ્લે…

પથ્થરમાં એક ખામી છે કે,
એ કયારેય પીગળતો નથી.
પરંતુ
પથ્થરમાં એક ખુબી છે કે,
એ કયારેય બદલાતો નથી.

*?? હમેશા મારી સાથે છે મારા પપ્પા ??*

મારું ગમતું બોરીવલી

*બોરીવલી ના લોકો* !

*BORIVALI સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે*. *આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને* *ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.*

*અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ!*

*જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતના લોકોએ BORIVALI ને પચરંગી બનાવ્યું છે.*

*એટલે જ તો BORIVALI નું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો BORIVALI નું ‘કલ્ચર’ છે.BORIVALI ગુજરાતીઓનું ‘લંઙન’ છે.*
*BORIVALI માં કરોડ કરોડની ગાડીવાળા પણ મોજમાં છે તો રિક્ષાવાળો પણ ઉદાસ નથી.*

*અહીં દરેક માણસ પોતાને પરવડે એવી મોજની ખોજ કરી લ્યે છે. એટલે જ તો આ શહેર રાતે નથી વધતું એટલું દિવસે વધે છે.*
*BORIVALI માં અગિયારસો રૃપિયાની થાળી લગ્નપ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું પણ ચાલે* *છે તો ફૂટપાથ પર પાણીપૂરી વેચનારો પણ ફ્રી નથી.*

*અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે પાંચ પાંચ લાખમાં કોઈ પણ જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાઈ જાય છે.*

*એક વાર નર્કમાં કેટલાક લોકો આરામથી વડલા હેઠે પાણાનું ઓશિકું કરીને ઘસઘસાટ સૂતા હતા. ચિત્રગુપ્તે યમરાજાને પૂછયું કે, “આ કોણ છે!”* *યમરાજ કહે, ” આ BORIVALI ના લોકો છે, સાલ્લા ગમે ત્યાં સેટ થઈ જ જાય છે!”*
*BORIVALI માં જે હાલે એ આખા MUMBAI માં ચાલે.*
*BORIVALI વાસીઓ માટે લખેલી એક હળવીફૂલ કવિતા માણો*
*એક હાથમાં ફૂલડાં રાખે, બીજા હાથમાં ધોકો,*
*સાવ અનોખા યાર અમારાં, BORIVALI ના લોકો.*

*આંખોમાં સપનાં લઈ વહેલા ઊઠતા રોજ,*
*લોકો જ્યાં મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો*,
*સાવ અનોખા યાર અમારા BORIVALI ના લોકો..!*

*ગજબનું શહેર છે યાર આ BORIVALI*

*રોડના એક કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી સાડી સેંથાવાળી* *ગુજરાતણ સ્ત્રી જોવા મળે તો સામો કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટીશર્ટમાં છાનીમૂની ગલીમાં કન્યા પણ જડી આવે.*

*રેલવે સ્ટેશન પર એક અજાણી છોકરીએ બારી બહાર ડોકું કાઢી એક છોકરાને પૂછયું કે, “કયું શહેર છે”* *છોકરો કહે, “ફ્રેન્ડશિપ કર તો કહું!” છોકરી હસીને બોલી કે સમજાઈ ગ્યું BORIVALI આવી ગ્યું!*

*જમીનના જ્યાં ભાવ છે માણસ કરતાં મોંઘા,*
*શીંગ રેવડી જેટલા થઈ ગયા શેરદલાલો સોંઘા;*
*ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા એને રોકો,*
*સાવ અનોખા યાર અમારા BORIVALI ના લોકો..*
*BORIVALI નું પાણી થોડું વટવાળું છે. કો’ક કરોડનું ફુલેકું ફેરવે તોય એની ગામ નોંધ ન લ્યે;* *અને અડધી ચાનો આગ્રહ ન કરો તો ખોટું લાગી જાય.*

*અહીંયાં લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે. અહીંયાં મોંઘાંદાટ લગ્નો થાય ઈ તો સમજ્યા પણ કરોડ કરોડ રૃપિયા પ્રાર્થના સભા કે સાદડીના સામિયાણાના પણ લોકો ચૂકવેછે*
*BORIVALI ના લોકોને મૌત પણ શાનદાર જ ખપે છે.*

*મોંઘેરી ગાડી નખરાળી લાડી લઈને ભમવું,*
*ગામ આખાને રવિવારની સાંજે બહાર જ જમવું;*
*ફેશન પહેરી નીકળી ગયેલા* *જુવાનીયા’વને ટોકો,*
*સાવ અનોખા યાર અમારા BORIVALI ના લોકો..*

*સેવાના અવતાર સમી છે જ્યાં સંસ્થાઓ સધ્ધર,*
*સ્વાભિમાનથી જેના લોકો હાલે વેંત એક અધ્ધર…*

*સાવ અનોખા યાર અમારા BORIVALI ના લોકો…*
*BORIVALI મુરલીધર ના પેડા ને મલાઈ નો આઈસ્ક્રીમ*
*રોજ બપોરે આરામ તો જોવેજ*
*સાંજે શાકભાજી લેવા જાય તો હવેલી જવાનુ ભુલે નહી*

*જો તમે BORIVALI ના હોવ તો આગળ મોકલો ને કોઈ તમારા સગા હોઈ તો તેને મોકલો*

%d bloggers like this: